કોઈપણ બેંકમાં ખાતુ ધરાવતા હોય તો ખાસ વાંચી લો, મોદી સરકાર આપી રહી છે આ 2 મોટી યોજનાઓના લાભ
Big news for all bank account holders, do this work to avoid loss of 4 lakhs
બેંક એકાઉન્ટધારકો માટે અગત્યના સમાચાર, જો તમે પણ ધરેબેઠા 4 લાખ માળવવા ઈચ્છો છો તો કરો આ કામ
બેંકમાં ખાતુ ધરાવતા હોય તો ખાસ વાંચી લેજો
મોદી સરકારે આપ્યા 2 મોટા લાભ
જો તમારે પણ 4 લાખ મેળવવા છે તો,આજે જ કરો આ કામ
જો તમારા એકાઉન્ટમાં ઓછું બેલેન્સ છે, તો બની શકે કે, તમને સરકાર તરફથી ચાલતી પ્રધાનમંત્રી જીવન વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા યોજનાનો લાભ ન મળે. એટલા માટે જરૂરી છે કે, તમે તમારા એકાઉન્ટમાં અમુક નિશ્ચિત રકમ કાયમ માટે રાખી મુકો.
સરકાર તરફથી સામાન્ય જનતા માટે વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવશે. તેમાંથી અમુક યોજનાઓનો લાભ તમે સામાન્ય પ્રીમિયમ ભરીને પણ લઈ શકો છો. કેન્દ્ર સરકાર તરફથી સામાન્ય જનતા માટે શરૂ કરેલ એવી 2 યોજનાઓ છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY).
તમને જણાવી દઈએ કે, આ યોજનાઓનો ફાયદો તમે પ્રીમિયમની ચૂકવણી કરીને લઈ શકો છો. દર વર્ષે તેનું 31 મે સુધી રિન્યૂઅલ કરાવવામાં આવે છે. તેના રિન્યૂઅલ માટે તમારા બેંક એકાઉન્ટમાં પૂરતા પૈસા હોવા જરૂરી છે. આ રિન્યૂઅલની રકમ અગાઉના વર્ષોમાં નોંધાયેલા લોકોના ખાતામાંથી ઓટો ડેબિટ થાય છે.
330 રૂપિયામાં 2 લાખનું કવર
તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી જીવન યોજના (PMJJBY)માં 18 થી 50 વર્ષના લોકો જોડાઈ શકે છે. તેના માટે 330 રૂપિયા પ્રતિ વર્ષ ચુકવણી પર 2 લાખ રૂપિયાનું જીવન વિમા મળે છે. તે જ રીતે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના(PMSBY) માં 18 વર્ષથી 70 વર્ષના લોકો જોડાઈ શકે છે. તેમા 12 રૂપિયા ચૂકવવા પર 2લાખનો કવર મળે છે.
બંને યોજનાઓનું પ્રીમિયમ 342 રૂપિયા
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) હેઠળ,અકસ્માતને કારણે મૃત્યુ અથવા દિવ્યાંગતાના કિસ્સામાં આવરી લેવામાં આવે છે. દુર્ઘટનામાં મૃત્યુ થવા પર વિમાધારકને 2 લાખ રૂપિયા અને આંશિક દિવ્યાંગતાના કિસ્સામાં, વીમાધારકને 1 લાખ રૂપિયા આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે. આ હિસાબથી બન્ને યોજનાઓ માટે 342 રૂપિયા વાર્ષિક પ્રીમિયમ 31 મે સુધી ચૂકવવાનું હોય છે.
જો તમારા એકાઉન્ટમાં પુરતું બેલેંસ નથી, તો તમને વીમા કવર ઉપલબ્ધ થશે નહીં. આ પરિસ્થિતિમાં તમે 4 લાખ રૂપિયાના વીમા કવરથી વંચિત રહી જશો.
0 टिप्पणियाँ
Friends If you have any problems let us know in the comments.