Ahmedabad: ગુજરાતમાં ભારતનું પ્રથમ અને વિશ્વનું દસમું અનોખું બ્લડ ગ્રુપ EMM નેગેટિવ મળી આવ્યું
ગુજરાતના એક 65 વર્ષીય વ્યક્તિ કે જે હૃદયના દર્દી છે. તેની ઓળખ EMM નેગેટિવ બ્લડ ગ્રુપ સાથે કરવામાં આવી છે.પ્રથમ વખત ભારતમાં એક નવું બ્લડ ગ્રુપ મળી આવ્યું.વિશ્વમાં આવા દુર્લભ રક્ત જૂથવાળા ફક્ત 9 લોકો જ હતા.
ગુજરાતના એક 65 વર્ષીય વ્યક્તિ કે જે હૃદયના દર્દી (Heart Patient) છે. તેની ઓળખ EMM નેગેટિવ બ્લડ ગ્રુપ (Blood Group) સાથે કરવામાં આવી છે. આ વૃદ્ધ વ્યક્તિના લોહીના નમૂનાને પરીક્ષણ માટે અમેરિકા મોકલવામાં આવ્યું હતું. આવા દુર્લભ રક્ત (Blood) પ્રકારનો આ ભારતનો પ્રથમ અને વિશ્વનો 10મો કેસ છે.
પ્રથમ વખત ભારતમાં એક નવું બ્લડ ગ્રુપ મળી આવ્યું
પ્રથમ વખત ભારતમાં (India) એક નવું બ્લડ ગ્રુપ મળી આવ્યું છે. જે વિશ્વમાં સૌથી દુર્લભ છે. ગુજરાતના એક 65 વર્ષીય વ્યક્તિ કે જે હૃદય રોગના દર્દી (Patient) છે. તેની ઓળખ EMM નેગેટિવ બ્લડ ગ્રુપ સાથે કરવામાં આવી છે. જે એક અનોખા પ્રકારનું રક્ત છે. જેને હાલના A, B, O અથવા AB ના જૂથોમાં વર્ગીકૃત કરી શકાતું નથી. સામાન્ય રીતે માનવ શરીરમાં (Human Body) ચાર પ્રકારના રક્ત જૂથો હોય છે. જેમાં આગળ A, B, O, Rh અને ડફી જેવી 42 પ્રકારની સિસ્ટમ્સ હોય છે. જેમાં EMM વધારે હોય તેમાં 375 પ્રકારના એન્ટિજેન્સ (Antigen) હોય છે.
Ahmedabad: ગુજરાતમાં ભારતનું પ્રથમ અને વિશ્વનું દસમું અનોખું બ્લડ ગ્રુપ EMM નેગેટિવ મળી આવ્યું
વિશ્વમાં આવા દુર્લભ રક્ત જૂથવાળા ફક્ત 9 લોકો જ હતા
જો કે વિશ્વમાં આવા માત્ર 10 લોકો છે. જેમના લોહીમાં EMM હાઇ ફ્રિકવન્સી એન્ટિજેન નથી. જે તેમને સામાન્ય માનવીઓથી અલગ બનાવે છે. આવા દુર્લભ (Rare Blood Group) રક્ત જૂથો ધરાવતા લોકો ન તો તેમનું રક્ત કોઈને દાન કરી શકે છે અને ન તો તેઓ કોઈની પાસેથી મેળવી શકે છે. અત્યાર સુધી વિશ્વમાં આવા દુર્લભ રક્ત જૂથવાળા ફક્ત 9 લોકો હતા. પરંતુ હવે ગુજરાતના રાજકોટના રહેવાસી એક 65 વર્ષીય વ્યક્તિની ઓળખ (Identification) ઉક્ત રક્ત જૂથ સાથે કરવામાં આવી છે.
અમદાવાદની પ્રથમ લેબોરેટરીમાં તેનું બ્લડ ગ્રુપ ન મળતાં સેમ્પલ સુરતના બ્લડ ડોનેશન સેન્ટરમાં મોકલવામાં આવ્યું હતું.
સુરતના રક્તદાન કેન્દ્રના (Blood Donation Centre) ડૉક્ટરએ જણાવ્યું હતું કે 65 વર્ષીય દર્દી જે હૃદયરોગનો હુમલો (Heart Attack) આવ્યા બાદ અમદાવાદમાં સારવાર લઈ રહ્યા હતા. તેમને હૃદયની સર્જરી માટે લોહીની જરૂર હતી. જો કે અમદાવાદની પ્રથમ લેબોરેટરીમાં (Laboratory) તેનું બ્લડ ગ્રુપ ન મળતાં સેમ્પલ સુરતના બ્લડ ડોનેશન સેન્ટરમાં મોકલવામાં આવ્યું હતું.
લોહીમાં EMMની અછતને કારણે ISBT એ EMM નેગેટિવ નામ આપ્યું
તપાસ બાદ સેમ્પલ (Sample) કોઈપણ ગ્રુપ સાથે મેચ થયા ન હતા. જેના પગલે વૃદ્ધ વ્યક્તિ અને તેના સંબંધીઓના બ્લડ સેમ્પલ તપાસ માટે અમેરિકા મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ એવું જાણવા મળ્યું કે વૃદ્ધ વ્યક્તિનું (Person) બ્લડ ગ્રુપ ભારતનો પ્રથમ અને વિશ્વનો દસમો એવો દુર્લભ બ્લડ ગ્રુપ હતું. લોહીમાં EMMની અછતને કારણે ઇન્ટરનેશનલ સોસાયટી ઑફ બ્લડ ટ્રાન્સફ્યુઝન (ISBT) એ તેને EMM નેગેટિવ નામ આપ્યું છે.
આ પ્રકારનું દુર્લભ બ્લડ ગ્રુપ (Blood Group) ધરાવતા વ્યક્તિ ભારત સિવાય મડાગાસ્કરમાં 1, આફ્રિકનમાં 1, પાકિસ્તાનમાં 1, કેનેડામાં 2, ઉત્તર આફ્રિકામાં 2, USAમાં 2 અને જાપાનમાં 1 છે. જે મહિલા અને પુરૂષ બન્ને વ્યક્તિમાં જોવા મળ્યા છે.
0 टिप्पणियाँ
Friends If you have any problems let us know in the comments.