મોદી સરકારની મોટી જાહેરાત: ધોરણ 12 પાસ માટે સુવર્ણ અવસર, મહિને 30 હજાર પગારવાળા 1 લાખ યુવાનોની કરશે ભરતી
12th pass became drone pilot and earn 30000 rupees salary per month modi government announced
સિવિલ એવિએશન મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયાએ મંગળવારે કહ્યું કે, ભારતે આવનારા વર્ષોમાં લગભગ એક લાખ ડ્રોન પાયલટ્સની જરૂર પડશે.
મોદી સરકારની મોટી જાહેરાત
યુવાનો માટે આવી ખુશખબર
જ્યોતિરાદિત્ય સિંધિયાએ કરી જાહેરાત
સિવિલ એવિએશન મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયાએ મંગળવારે કહ્યું કે, ભારતે આવનારા વર્ષોમાં લગભગ એક લાખ ડ્રોન પાયલટ્સની જરૂર પડશે. આવું એટલા માટે થશે કેમ કે, કેન્દ્રીય મંત્રાલય દેશભરમાં ડ્રોન સર્વિસની સ્વદેશી માગને પ્રોત્સાહન આપવાની કોશિશ કરી રહ્યું છે. ત્યારે આવા સમયે આવનારા સમયમાં અમે લગભગ એક લાખ ડ્રોન પાયલટ્સની જરૂર પડશે. એટલે કે, યુવાનો પાસે નોકરીનો જબરદસ્ત અવસર છે.
12 પાસ બની શકે છે ડ્રોન પાયલટ
કેન્દ્રીએ મંત્રીએ આગળ કહ્યું કે, 12મું ધોરણ પાસ કરનારા વ્યક્તિ ડ્રોન પાયલટ્સ તરીકે ટ્રેનિંગ લઈ શકશે. તેમણે કહ્યું કે, તેના માટે કોઈ પણ કોલેજની ડિગ્રીની જરૂર પડશે નહીં. આવનારા સમયમાં લગભગ એક લાખ ડ્રોન પાયલટ્સની જરૂર પડશે. મંત્રીએ આગળ કહ્યું કે, બે ત્રણ મહિનામાં ટ્રેનિંગ આપવામાં આવશે. એક વ્યક્તિ લગભગ 30,000 રૂપિયા સુધીનું માસિક વેતન સાથે આ નોકરી કરી શકશે.
2030 સુધી ભારતને ગ્લોબલ ડ્રોન હબ બનાવવાનો ટાર્ગેટ
દિલ્હીમાં ડ્રોન પર નીતિ આયોગે એક્સપીરિયંસ સ્ટૂડિયોને લોન્ચ કરતા સિંધિયાએ કહ્યું કે, અમારો ટાર્ગેટ 2030 સુધીમાં ભારતવે ગ્લોબલ ડ્રોન હબ બનાવવાનો છે. અમે વિવિધ ઈંડસ્ટ્રીયલ અને ડિફેંસ રિલેટેડ સેક્ટરમાં ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. પ્રધાનમંત્રી મોદી ઈચ્છે છે કે, નવી ટેકનિકનો વિકાસ થાય અને વધારેમાં વધારે લોકો નવી ટેકનિક સુધી પહોંચે.
શું છે સરકારની યોજના
એવિએશન મિનિસ્ટરે કહ્યું કે, અમે ડ્રોન સેવાઓને સરળથી સુલભ કરાવાની દિશા માટે સક્રિય રીતે કામ કરી રહ્યા છીએ. ભારત ટૂંક સમયમાં ડ્રોન ઈનોવેશનને અપનાવાનો ઉદ્યોગમાં એક મોટી સંખ્યા જોઈ રહ્યું છે. ઉડ્ડયન મંત્રીએ કહ્યું કે, અમે ડ્રોન સેક્ટરને ત્રણ પૈડા પર આગળ લઈ જઈ રહ્યા છીએ. પ્રથમ પૈડુ પોલિસીનું છે. આપે જોયું હશે કે, અમે કેટલી ઝડપીથી પોલિસી લાગૂ કરી રહ્યા છીએ. બીજૂ પૈડુ છે ઈનિશિએટિવ ઉભા કરવા. સિંધિયા કહ્યું કે, ત્રીજૂ પૈડુ સ્વદેશી ડિમાન્ડ ઉભી કરવી. જેને લઈને કેન્દ્રના 12 મંત્રાલયો આવી ડિમાન્ડ ઉભી કરી રહ્યા છે.
0 टिप्पणियाँ
Friends If you have any problems let us know in the comments.