About Me

પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા થઈ શકે છે મોટી જાહેરાત, CMની અધ્યક્ષતામાં કૃષિ વિભાગની બેઠક, રાજ્યપાલ પણ હાજર Big announcement may be made to promote natural agriculture, meeting of agriculture department chaired by CM, governor also

પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા થઈ શકે છે મોટી જાહેરાત, CMની અધ્યક્ષતામાં કૃષિ વિભાગની બેઠક, રાજ્યપાલ પણ હાજર

Big announcement may be made to promote natural agriculture, meeting of agriculture department chaired by CM, governor also


ગૌમુત્ર આધારિત સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીનો પ્રચાર ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા થઇ રહ્યો છે.


ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન

CMની અધ્યક્ષતમાં કૃષિ વિભાગની બેઠક

પ્રાકૃતિક ખેતીને લગતી યોજનાની સમીક્ષા


કૃષિક્ષેત્રે 7737 કરોડની ફાળવણી સરકાર દ્વારા થઈ છે. તેમાંય ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની રચનાની જાહેરાત આ વખતના ભૂપેન્દ્ર પટેલના બજેટમાં કરવામાં આવી છે. ખેતી એ આર્થિક મંદીને પહોંચી મળવાનું પ્રબળ સાધન છે. ત્યારે આજે ઝીરો બજેટ ખેતી અને ઓર્ગેનિક ખેતીનો કન્સેપ્ટ વિકસી રહ્યો છે. ગુજરાતના ખેડૂતો પણ ધીરે ધીરે ઝીરો બજેટ ખેતી અને ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે. ગુજરાતના ખેડૂતો હવે ખેતીમાં નવી ક્રાંતિ તરફ આગળ વધી રહ્યા છે..ગુજરાતના ખેડૂતો હવે ધીમે ધીમે પ્રાકૃતિક અને જૈવિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે.. રાસાયણિક ખાતરથી થતી આડઅસર સામે હવે ખેડૂતો જાગૃત બન્યા છે.પ્રાકૃતિક અને જૈવિક ખેતીથી જમીનને થતા નુકશાનમાંથી પણ બચાવી શકાય છે. 

પ્રાકૃતિક ખેતીને લઈ મહત્વની બેઠક


તેને જ લઈને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર એક્શનમાં દેખાઈ રહી છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતમાં મળી કૃષિ વિભાગની બેઠક મળી છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને બોલાવાયેલી આ બેઠકમાં રાજ્યપાલ અને કૃષિમંત્રી રાઘવજી પટેલ પણ ઉપસ્થિત રહ્યા છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતી યોજનાઓની પણ સમીક્ષા કરવામાં આવી છે. રાજ્યમાં પ્રાકૃતિક ખેતીના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. રાજ્યમાં રાસાયણિક ખાતરોના સ્થાને ગૌમુત્ર આધારિત સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીનો પ્રચાર અને પ્રસાર ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા થઇ રહ્યો છે. જે લઈને આ મહત્વની બેઠકમાં તેમના સૂચનો પર પણ  પ્રાકૃતિક ખેતી આધારિત નિર્ણયો લેવામાં આવશે.

૨૦૦ લીટરનું ડ્રમ અને ૧૦ લિટરના બે પ્લાસ્ટિકના ટોકરનો લાભ લો
પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને વધુ પ્રોત્સાહિત કરવા ગુજરાત સરકાર દ્વારા ૨૦૦ લીટરનું ડ્રમ અને ૧૦ લિટરના બે પ્લાસ્ટિકના ટોકર-ટબની ખરીદી માટે રૂ. ૨,૦૦૦ની સહાય આપવામાં આવે છે જેના ભાગરૂપે ગુજરાતના અંદાજે ૧૪ લાખ ખેડૂતોને ઝડપી ડ્રમ અને ટોકર કામગીરી હાથ ધરાઇ, મંત્રી પટેલે વધુ વિગતો આપતા કહ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં આ યોજનાનો લાભ લેવા વર્ષ ૨૦૨૧-૨૨માં ૭૫,૧૬૪ જ્યારે કચ્છ જિલ્લામાં ૩૬,૨૧૩ અરજીઓ આવી છે. ગુજરાત એગ્રો દ્વારા આ અંગેની ટેન્ડરની કાર્યવાહી ચાલુ હોય બનતી ત્વરાએ સંપૂર્ણ પારદર્શિતા સાથે આ અરજીઓનો હકારાત્મક નિકાલ કરીને ખેડૂતોને સહાય આપવામાં આવી રહી છે. 

કેવી રીતે કરશો ઓર્ગેનીક ખેતી તો આ રહી રીત


બીજામૃત કેવી રીતે બનાવશો


સામગ્રી


ગાયનું છાણ-5 કિલો, ગૌમૂત્ર-5 લીટર, ચૂનો 250 ગ્રામ, પાણી 20 લિટર

બનાવવાની રીત


20 લિટર પાણીમાં દર્શાવ્યા મુજબની વસ્તુઓ નાખીને 24 કલાક રાખવું અને દિવસમાં બે વખત હલાવવુંનું આ દ્વાવણનો બીજ પર છંટકાવ કરવો અને બીજને છાંયડે સુકવવા. કંદને વાવતા પહેલાં આ દ્વાવણમાં બોળીને વાવી શકાય. રોપની ફોર રોપણી કરતી વખતે પણ તેના મૂળ આ દ્વાવણમાં બોળીને વાવી શકાય.

1 એકર જમીન માટે જીવામૃત કેવી રીતે બનાવશો?


સામગ્રી


ગાયનું છાણ-10 કિલો, ગૌમૂત્ર-૫ લિટર, ગોળ (દવા વગરનો દેશી-1 કિલો), ચણા, મગ અથવા અડદનો લોટ-1 કિલો, સેઢાની અથવા ઝાડ નીચેની માટી-1 ખોબો, પાણી 200 લીટર.

બનાવવાની રીત


200 લિટર પાણી દર્શાવ્યા મુજબની વસ્તુઓ નાખીને ત્રણ દિવસ સવાર-સાંજ સવળે આંટે હલાવવું. જમીનમાં ભેજ હોય ત્યારે એક એકર જમીનમાં છંટકાવ કરવો. જો ધોરીયે પાણી આપતા હોઇએ તો અંગુઠા જેવી ધાર કરવી, ધીમે ધીમે આપવું. બેકટેરીયા 10 ફૂટ નીચે જઇને સુષુપ્ત રહેલ અળસીયાંને જાગૃત કરીને ઉપર લાવે છે. આ જીવામૃત પાકની સિઝનમાં 4 વખત આપવું.

ઘન જીવામૃત


સામગ્રી


ગાયનું છાણ-100 કિલો,  ગોળ (દવા વગરનો) દેશી-2 કિલો,  ચણાનો લોટ-2 કિલો,  સેઢાની અથવા ઝાડ નીચેની માટી-1 ખોબો,  ગૌમૂત્ર જરૂરીયાત મુજબ

બનાવવાની રીત


દર્શાવ્યા મુજબની દરેક વસ્તુ મિક્ષ કરી લાડવા બનાવવા તેમાં ગૌમૂત્ર નાખવા જવું. લાડવા છાંયડે સુકવવા. લાડવા ઝાડના થડથી દૂર ઘેરાવાના અંતર સુધી ખાડો કરી રાખવા અને ઉપર ઘાસ નાખીને ડ્રીપરથી પાણી આપવું. લાડવામાં બી રાખીને પણ વાવી શકાય.

પંચગવ્ય


સામગ્રી


ગાયનું છાણ-૫ કિલો, ગૌમૂત્ર-3 લિટર,  ગાયનું દૂધ-2 લિટર, ગાયનું દહીં-2 કિલો, ગાયનું ઘી-2 કિલો, શેરડીનો રસ-3 લિટર અથવા દેશી ગોળ- 1 કિલો, લીલા નાળીયેરનું પાણી-3 લિટર, પાકા કેળા- 12 નંગ

બનાવવાની રીત


પહોળા મોઢાવાળું વાસણ લેવું. ઘીને છાણ સાથે મિશ્ર કરી તેની પેસ્ટ બનાવી ભીના કંતાનમાં રાખવી. બાકીના પદાર્થને વાસણમાં મિશ્ર કરવા. રોજ સવાર- સાંજ હલાવવું. અઠવાડીયા બાદ ઘી- ગોબરની પેસ્ટને વાસણમાં મિશ્ર કરવું રોજ સવાર-સાંજ હલાવવું. 21 દિવસે પંચગવ્ય તૈયાર થઇ જશે. 3 ટકાનું દ્વાવણ (10 લિટર પાણીમાં 300 મીલી પંચગવ્ય) પાક પર છંટકાવમાં કે બીજ- ધરૂ માવજત માટે વાપરી શકાય. પિયત સાથે પંચગવ્ય આપવું હોય તો 1 એકરે 20 લિટર પંચગવ્ય આપી શકાય.

દૂધનો ખેતીમાં ઉપયોગ


મરચીના પાકમાં પાનનું કોકડાવું એક મુખ્ય સમસ્યા છે આ માટે 15 લીટરના પંપમાં 250 મીલી ગાયનુ઼ દૂધ મિશ્ર કરી તેનો છંટકાવ કરવાથી લાભદાયી પરિણામ મળે છે.

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ