સિમેન્ટ કિંગ બન્યા પછી હવે શું નવું કરવાના છે ગૌતમ અદાણી? જાણો આખો મેગાપ્લાન
gautam adani is preparing to become cement king
ગૌતમ અદાણીએ આખરે સિમેન્ટ બિઝનેસમાં મજબૂત આગમન કર્યું છે તથા અદાણી-હોલ્સિમ ડીલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મટીરીયલ સેક્ટરમાં સૌથી મોટી ડીલ હોવાનું કહેવાય છે. જાણો વિગતવાર
ગૌતમ અદાણીએ આખરે સિમેન્ટ બિઝનેસમાં કર્યું મજબૂત આગમન
અદાણીએ હોલ્સિમની અંબુજા સિમેન્ટ અને એસીસીમાં ભાગીદારી માટે કરી ડીલ
ભારતમાં હોલ્સિમની ત્રણ પ્રમુખ બ્રાંડ
ગૌતમ અદાણીએ આખરે સિમેન્ટ બિઝનેસમાં કર્યું મજબૂત આગમન
હોલ્સિમ અને તેની સબ્સીડીયરી કંપનીઓ પાસે અંબુજા સિમેન્ટમાં 63.19 ટકા અને એસીસીમાં 54.53 ટકાની ભાગીદારી છે. અદાણી ગ્રુપે બંને કંપનીઓમાં હોલ્સિમની ભાગીદારી માટે આ મોટી ડીલ કરી છે. જણાવી દઈએ કે અદાણી ઉપરાંત જેએસડબલ્યૂ સમૂહ સહીત અન્યએ પણ આને મેળવવામાં દિલચસ્પી બતાવી હતી.
વિશ્વના ટોપ-10 અબજોપતિઓમાં 7મા ક્રમે અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ એવા ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ આખરે સિમેન્ટ બિઝનેસમાં મજબૂત આગમન કર્યું છે. અદાણીએ અંબુજા અને ACC સિમેન્ટ કંપનીઓ સ્વિટ્ઝર્લેન્ડના હોલ્સિમ ગ્રુપ પાસેથી ખરીદી છે. આ ડીલ 10.5 બિલિયન ડોલર એટલે કે લગભગ 82,000 કરોડ રૂપિયામાં કરવામાં આવી છે.
સૌથી મોટી ડીલ થઇ
અદાણી-હોલ્સિમ ડીલ દેશના ઈતિહાસમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મટીરીયલ સેક્ટરમાં અત્યાર સુધીની સૌથી મોટી ડીલ હોવાનું કહેવાય છે. આ સાથે બંદરગાહથી લઈને એનર્જી ક્ષેત્રે પોતાનું વર્ચસ્વ જાળવી રાખનાર અદાણી ગ્રુપે સિમેન્ટના ક્ષેત્રમાં પણ ઝંપલાવ્યું છે. હોલ્સિમ અને તેની પેટા કંપનીઓ અંબુજા સિમેન્ટમાં 63.19 ટકા અને ACCમાં 54.53 ટકા ભાગ ધરાવે છે. અદાણીએ બંને કંપનીઓમાં હોલ્સિમનાં હિસ્સા માટે આ ડીલ કરી છે.
ભારતમાં ત્રણ બ્રાંડ
થોડા સમય પહેલા હોલ્સિમ તરફથી ભારતમાંથી પોતાનો કારોબાર સમેટવાનું એલાન કરવામાં આવ્યું હતું. ભારતમાં હોલ્સિમ કંપની પાસે ત્રણ પ્રમુખ બ્રાંડ છે, જેમાં અંબુજા સિમેન્ટ, એસીસી લિમિટેડ અને માઈસેમ સામેલ છે. ગયા અમુક વર્ષોમાં ગૌતમ અદાણીએ બંદરગાહ પરિચાલન, વિજળી સંયંત્રો અને કોલસાની ખાણોનાં પોતાનો મૂળ કારોબાર સિવાય બીજા ક્ષેત્રોમાં પણ એંટ્રી કરી છે. એરપોર્ટ, ડેટા સેન્ટર અને ક્લીન એનર્જીમાં ખુદને સ્થાપિત કર્યા બાદ હવે તે સિમેન્ટ બિઝનેસમાં આગળ આગળ વધ્યા છે.
અલ્ટ્રાટેક સિમેન્ટ સૌથી આગળ
ભારતમાં સિમેન્ટ કારોબારની વાત કરીએ તો અત્યારે અલ્ટ્રાટેક સિમેન્ટ આ ક્ષેત્રમાં પહેલા નંબર પર છે, જ્યારે હોલ્સિમ દેશમાં બીજા નંબર પર આવે છે, જેની હેઠળ અંબુજા સિમેન્ટ અને એસીસી લિમિટેડની સંયુક્ત ક્ષમતા સાત કરોડ ટન વાર્ષિક છે. એટલે કે ગૌતમ અદાણીનું ગ્રુપ આ ડીલ બાદ ડોમેસ્ટિક સિમેન્ટ ક્ષેત્રમાં બીજા નંબર પર છે.
ઉત્પાદન બમણું કરવાનું લક્ષ્ય
કંપનીને ખરીદવાની રેસમાં અદાણી સમૂહ શરૂઆતથી જ આગળ છે. અદાણી ઉપરાંત જેએસડબલ્યૂ સમૂહ સહીત અન્યએ પણ આમાં રૂચી જતાવી હતી. પરંતુ આ ડીલમાં અદાણીએ સફળતા મેળવી.
0 टिप्पणियाँ
Friends If you have any problems let us know in the comments.