About Me

પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો દેખાય તો 1962 નંબર પર કરો કોલ, જિલ્લા વિકાસ અધિકારીની પશુપાલન અધિકારી સાથે બેઠક

પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો દેખાય તો 1962 નંબર પર કરો કોલ, જિલ્લા વિકાસ અધિકારીની પશુપાલન અધિકારી સાથે બેઠક


Call 1962 if symptoms of lumpy virus in cattle meeting of District Development Officer with Animal department Officer


રાજ્યભરમાં પશુઓમાં હાહાકાર મચાવતા લમ્પી વાયરસના કહેરને લઈને બનાસકાંઠામાં જિલ્લા વિકાસ અધિકારીએ પશુપાલન વિભાગના અધિકારી સાથે બેઠક કરી હતી.


બનાસકાંઠામાં લમ્પી વાયરસને લઇને પશુપાલન અધિકારીઓ સાથે બેઠક


5 તાલુકાઓમાં 223 પશુઓમાં વાયરસ


તંત્ર દ્વારા 1962 નંબર પર કોલ કરવા અપીલ


પશુઓમાં દિવસેને દિવસે વકરી રહેલા લમ્પી વાયરસને લઈ રાજ્યભરમાં હાહાકાર મચી ગયો છે. તેવામાં બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ પશુપાલન અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં ખેડુતો, પશુપાલકોએ ગભરાવાની જરૂર નથી તેમ જણાવી પશુઓમાં લમ્પી વાઇરસના લક્ષણો દેખાય તો તાત્કાલિક 1962 નંબર પર સંપર્ક કરવાની અપીલ કરી હતી. 


બેઠકમાં સર્વે અને સારવાર અંગે કરાઇ ચર્ચા


બનાસકાંઠા જિલ્લામાં પશુઓમાં આવેલા લમ્પી વાયરસને પ્રસરતો અટકાવવા પાલનપુર જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી ખરેના અધ્યક્ષસ્થાને પશુપાલન વિભાગ અને બનાસ ડેરીના વેટર્નરી ર્ડાકટરો સાથે બેઠક યોજાઇ હતી. જેમાં બનાસકાંઠા જિલ્લાના લમ્પી વાયરસ અસરગ્રસ્ત તાલુકાઓમાં સર્વે અને સારવાર અંગે ચર્ચા કરવામાં આવી હતી. વાયરસને પ્રસરતો અટકાવવા સબંધિત વિભાગને સૂચના અપવામાં આવી હતી ત્યારબાદ લમ્પી વાયરસથી પશુપાલકોએ ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી બની છે. આ વાયરસ એક પશુમાંથી બીજા પશુમાં ફેલાય છે. જેથી તેંને વકરતો અટકાવવા પશુમા સામાન્ય લક્ષણો દેખાય તો તાત્કાલિક ૧૯૬૨ નંબર અથવા તો નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવા સાથે અનુરોધ કરવામાં આવ્યો હતો. 


પશુમાં લમ્પીના લક્ષણો દેખાય તો અન્ય પશુથી અલગ રાખવા સૂચના


ઉલ્લેખનિય છે કે, બનાસકાંઠા જિલ્લાના ૫ તાલુકાઓના ૧૯ ગામમાં ૨૨૩ પશુઓમાં આ વાયરસ જોવા મળ્યો હોવાનું સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું હતું. આ વાયરસને પગલે પશુ મોતનું પ્રમાણ ૧ થી ૨ ટકા જ છે. જે પણ પશુમાં આ વાયરસના લક્ષણો દેખાય તેને અન્ય પશુથી અલગ રાખીને આઇસોલેટ કરવામાં આવે, તેની ખાવા-પીવાની વ્યવસ્થા અલગ રાખવાની અધિકારીઓ દ્વારા સલાહ આપવામાં આવી હતી.જ્યારે રાજસ્થાનથી ગુજરાતમાં આવતા પશુઓ માટે બનાસકાંઠાની અમીરગઢ અને ખોડા બોર્ડર પશુપાલન વિભાગના કર્મચારીઓ સતત દેખ રાખી રહ્યા છે અને કોઈપણ પશુ પ્રવેશે તો તેની ચેકિંગ કરી અને લક્ષણ દેખાય તો ક્વોરેનટાઈન કરવાની કામગીરી પણ કરવામાં આવતી હોવાનું જાણવા મળી રહ્યું છે. 

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ