About Me

central govt has extended date to lindh rashncard with aadhar card રેશનકાર્ડના લાભાર્થીઓ માટે ખુશખબર! કેન્દ્ર સરકારે કર્યુ આ મોટું એલાન, આજે જ ઉઠાવો ફાયદો

રેશનકાર્ડના લાભાર્થીઓ માટે ખુશખબર! કેન્દ્ર સરકારે કર્યુ આ મોટું એલાન, આજે જ ઉઠાવો ફાયદો


central govt has extended date to lindh rashncard with aadhar card 


કેન્દ્ર સરકારે રેશનકાર્ડને લઇને મોટી રાહત આપી છે. જે લોકોએ જાણવી જરુરી છે. સરકારે રાશને આધાર સાથે લિંક કરવા માટેના સમયમાં કર્યો વધારો


રાશનકાર્ડ ધારકો માટે ખુશખબર


કેન્દ્ર સરકારે આધાર સાથે લિંક કરાવવા આપ્યો સમય


ઘરે બેસીને રેશનકાર્ડ કરી શકશો લિંક 


જો તમે હજુ સુધી તમારું રેશનકાર્ડ આધાર સાથે લિંક નથી કર્યું તો જલ્દી કરો.  કેન્દ્ર સરકારે લાભાર્થીઓને વધુ એક મોટી તક આપી છે. અગાઉ રાશનને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ હતી, પરંતુ હવે તેને લંબાવીને 30 જૂન કરવામાં આવી છે.  ત્યારે આવો જાણીએ ઘરે બેસીને રેશનકાર્ડ આધારકાર્ડ સાથે કેવી રીતે લિંક કરશો.


રેશન કાર્ડને આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે

મહત્વનું છે કે  રેશનકાર્ડના લાભાર્થીઓને સરકાર તરફથી ઓછા ભાવે રાશન મળે છે. કેન્દ્ર સરકારની 'એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ' યોજના હેઠળ દેશના લાખો લોકોને લાભ મળી રહ્યો છે. રેશન કાર્ડના બીજા ઘણા ફાયદા છે. તમે આધાર કાર્ડને રેશન કાર્ડ સાથે લિંક કરીને 'વન નેશન વન રેશન કાર્ડ' યોજના હેઠળ દેશના કોઈપણ રાજ્યની રાશન કાર્ડની દુકાનમાંથી રાશન મેળવી શકો છો.


આધાર કાર્ડ ઓનલાઈન કેવી રીતે લિંક કરવું ?


1. આ માટે સૌથી પહેલા તમે આધારની ઓફિશિયલ વેબસાઈટ uidai.gov.in પર જાઓ.

2. હવે તમે 'સ્ટાર્ટ નાઉ' પર ક્લિક કરો.

3. હવે તમે જિલ્લા રાજ્ય સાથે તમારું સરનામું ભરો.

4. હવે 'રેશન કાર્ડ બેનિફિટ' ના વિકલ્પ પર ક્લિક કરો.

5. હવે આધાર કાર્ડ નંબર, રેશન કાર્ડ નંબર, ઈ-મેલ એડ્રેસ અને મોબાઈલ નંબર વગેરે ભરો.

6. હવે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે.

7. અહીં OTP ભર્યા પછી, તમને તમારી સ્ક્રીન પર પ્રક્રિયા પૂર્ણ થયાનો સંદેશ મળશે.


ઑફલાઇન લિંક કેવી રીતે કરવી


જો તમે ઇચ્છો તો ઓફલાઇન પણ રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરી શકો છો. આ માટે તમારે આધાર કાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ અને રેશનકાર્ડ ધારકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો જેવા જરૂરી દસ્તાવેજો લઈને રેશનકાર્ડ કેન્દ્રમાં જમા કરાવવાના રહેશે. જો તમે ઇચ્છો તો, તમે રેશન કાર્ડ સેન્ટર પર તમારા આધાર કાર્ડનું બાયોમેટ્રિક ડેટા વેરિફિકેશન પણ કરાવી શકો છો.

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ